બાલચોંડી ગામે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની 195મી જન્મજયંતિ ઉજવાઈ

0
264

નાનાપોંઢા તાલુકાના બાલચોંડી ગામે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજસુધારક ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની 195મી જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવાઈ. કાર્યક્રમમાં શિક્ષક હરીશ પટેલે સાવિત્રીબાઈના સંઘર્ષમય જીવન વિશે માહિતી આપતાં જણાવ્યું કે તેમણે સમાજના તિરસ્કાર વચ્ચે પુણેમાં કન્યાઓ માટે પ્રથમ શાળા શરૂ કરી હતી — જે ભારતને આઝાદી મળી તે પહેલાંના 99 વર્ષથી પણ જૂની ઘટના છે. તેમની શિક્ષણક્રાંતિના વિચારોના કારણે આજની કન્યાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે.

ડૉ. દિનેશ ખાંડવીએ પેસા એક્ટ અંગે વિગતવાર માહિતી આપી જ્યારે સામાજિક કાર્યકર રવજી પટેલે યુવાનોને સામાજિક કાર્યક્રમોમાં જોડાવા હાકલ કરી. કાર્યક્રમને સફળ બનાવવા જીવણકાકા, ગુલાબ પટેલ, જીતુ પટેલ, દિવ્યેશ પટેલ, મહેશ, તેજસ પટેલ, વૈચંદ પટેલ, નવીન પટેલ તથા ગોવિંદ પટેલ હાજર રહ્યાં હતા. અંતે શિક્ષણરૂપી જ્યોત પ્રજ્વલિત કરી “સાવિત્રીબાઈ અમર રહો” અને “જ્યોતિબા ફૂલે અમર રહો”ના જયઘોષ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો. હરેશ પટેલે યુવાનોમાં ભાઈચારો અને નેતૃત્વ ગુણ વધારવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here