
પારડી તાલુકાના ખુંટેજ ગામના ભગત ફળિયામાં મોટાનાયક કુળ પરિવારનું 32મું સ્નેહ સંમેલન રવિવાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30 કલાકે ભવ્ય રીતે યોજાશે. આ કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી રાજેશભાઈ શંકરભાઈ મોટાનાયક (આમધા) સંભાળશે, જ્યારે આયોજન શ્રી પ્રફુલભાઈ જોગીભાઈ મોટાનાયકના નિવાસસ્થાન, મું.પો. ખુંટેજ (ભગત ફળિયા), તા. પારડી, જી. વલસાડ ખાતે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી મનોજભાઈ મંગુભાઈ મોટાનાયક (કલસર) અને શ્રી દિલીપભાઈ જેરામભાઈ મોટાનાયક (ખોખરા) ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થશે. બાદમાં શ્રદ્ધાંજલિ, સ્વાગત ગીત, મહેમાનોનું સ્વાગત, સ્વાગત પ્રવચન, ગત વર્ષના અહેવાલનું વાંચન, વક્તાઓના વક્તવ્ય, આગામી સંમેલનનું સ્થળ નક્કી કરવું, પ્રમુખશ્રીનું ઉદબોધન, આભાર દર્શન અને રાષ્ટ્રગીત જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ સ્નેહ સંમેલન કુળના ભાઈઓ, બહેનો તથા બાળકો માટે પરસ્પર સ્નેહ, એકતા અને સંકલનની ભાવના ઉજાગર કરવાનો અનોખો અવસર બની રહેશે. સમસ્ત મોટાનાયક કુળ પરિવારને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે સંકલન સમિતિના પ્રમુખ તરીકે શ્રી પ્રફુલભાઈ જોગીભાઈ મોટાનાયક (ખુંટેજ), ઉપપ્રમુખ સમીરભાઈ ગાંડાભાઈ મોટાનાયક (પંડોર) અને ચંપકભાઈ છનાભાઈ મોટાનાયક (નાની વહિયાળ), મહામંત્રી કમલેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ (પરિયા-વેલવાગડ), નાણામંત્રી નવીનભાઈ નાગરજીભાઈ પટેલ (ચીવલ), કાર્યધ્યક્ષ વિનોદભાઈ મોતીભાઈ મોટાનાયક (આમળી) તથા સહમંત્રી મુકેશભાઈ બાલુભાઈ મોટાનાયક (સોઢલવાડા) આયોજનની કામગીરી સંભાળી રહ્યા છે.