“માનવતાનો જીવંત પાઠ: સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળાના વિદ્યાર્થીઓની વિરપુર માવતર વૃદ્ધાશ્રમ મુલાકાત”

0
323

નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામે આવેલી વિજ્ઞાન પ્રયોગ શાળાના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન વિરપુર સ્થિત માવતર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનું માર્ગદર્શન શાળાના આચાર્ય હરેશભાઈ પટેલએ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આજના આધુનિક કહેવાતા સંસ્કૃતિમાં મા-બાપને કેટલું માન અને સન્માન મળતું રહ્યું છે, અને સમય સાથે પરિવર્તનના પ્રવાહમાં માનવ સંબંધી મૂલ્યો કેવી રીતે ધીમે ધીમે ઓગળી રહ્યા છે.

આ પ્રસંગે હરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે વૃદ્ધાશ્રમની જરૂરિયાત શા માટે ઊભી થઈ, અને આજના સમયમાં તે આશીર્વાદ છે કે અભિશાપ, એ બંને વચ્ચેનો ફરક સમજવો કેટલો મહત્વનો છે. તેમણે વિદ્યાર્થીઓને વૃદ્ધોના જીવન અનુભવો, તેમની લાગણીઓ અને સમાજ પ્રત્યેના યોગદાન વિશે વિચારતા બનાવ્યા.

વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો, તેમની સાથે સમય વિતાવ્યો અને માનવતાનો જીવંત પાઠ શીખ્યો. આ મુલાકાતે વિદ્યાર્થીઓના હૃદયમાં વડિલો પ્રત્યે આદર, કરુણા અને જવાબદારીની ભાવના પ્રગટ કરી.

શાળાના આ અનોખા પ્રયત્નથી વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ અને માનવીય મૂલ્યો પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો હેતુ સફળ રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here