લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઈસ્કૂલ સુખાલામાં સાઇકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
70

નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામની લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઈસ્કૂલમાં સાઇકલ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 181-કપરાડાના મંડળ પ્રમુખશ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે શાળાની આચાર્યાશ્રી મતિ હસુમતિબેન વી. પટેલ, શાળાનો સ્ટાફ, મંડળના હોદ્દેદારો, તેમજ ગામના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મહેમાનશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી શબ્દો પાઠવ્યા અને શાળાના વિકાસ માટે શુભેચ્છા આપી.

સાઇકલ વિતરણથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા આવવા-જવાની સગવડ મળશે તથા શિક્ષણ પ્રત્યેની રુચિ વધશે. કાર્યક્રમને વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here