
પારડી તાલુકાના ધગડમાળ ખાતે આવેલી શ્રી ડી.જે. પટેલ (ઉ.પં.) સાર્વજનિક હાઈસ્કૂલમાં સેવારત રહેલા સેવકભાઈ વિક્રમભાઈ પટેલના નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન શ્રી સર્વોદય કેળવણી મંડળ રોહિણા તથા શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાળાના આચાર્ય, શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ વિક્રમભાઈના લાંબા શૈક્ષણિક સેવાકાળ દરમિયાન દેખાડેલી પ્રમાણિકતા, સમર્પણભાવ અને નમ્રતાનું વખાણ કરતાં તેમને “આદર્શ વ્યક્તિ” તરીકે સંબોધ્યા હતા. સન્માન રૂપે તેમને શાલ, શ્રીફળ તથા સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અંતમાં વિક્રમભાઈએ ભાવનાત્મક શબ્દોમાં સહકર્મી શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સંચાલકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક વર્ગ અને વિદ્યાર્થી મંડળે ઉત્સાહ પૂર્વક સહકાર આપ્યો હતો.