અર્ધ લશ્કર સંગઠન સાઉથ ગુજરાત તરફથી વીર જવાનો અને વીર નારીઓ સાથે દિવાળીની ઉજવણી

0
116

અર્ધ લશ્કર સંગઠન સાઉથ ગુજરાત દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ વીર જવાનો અને વીર નારીઓને મીઠાઈ, સાડી તથા કવર સ્વરૂપે ભેટો આપવામાં આવી હતી. આ પ્રસંગે વાપીથી સંજય સિંદે પરિવાર, અશ્વિની રાને, માયા તાઈ તથા હરીશ આર્ટના સહયોગથી દિવાળીની ગિફ્ટો અર્પણ કરવામાં આવી હતી.

સંગઠનના સભ્યો દ્વારા દેશની રક્ષા કરનાર અને શહીદ થયેલા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી તથા તેમના પરિવારોને દિવાળીની ખુશીઓ સાથે માન આપવાનો હેતુ વ્યક્ત થયો હતો.

અર્ધ લશ્કર સંગઠન સાઉથ ગુજરાતના અધ્યક્ષ શ્રી ખુશાલ વાઢુંએ તમામ દાતાશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “દેશની સેવા કરનાર જવાનો અને તેમના પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કરવો એ આપણી સૌની ફરજ છે.”

આ પ્રસંગે સૌએ દેશ પ્રેમની ભાવના સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here