
નાનાપોંઢા એ.પી.એમ.સી. ચેરમેન અને સરપંચ મુકેશભાઇ પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માજીની વરણી થવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે જગદીશ વિશ્વકર્માજી વર્ષો સુધી પક્ષના મજબૂત સંગઠન અને જન સેવામાં અવિરત કાર્યરત રહ્યા છે. તેમની આગેવાની હેઠળ ભાજપ વધુ સશક્ત બનશે અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પ્રસરે તેવી આશા વ્યક્ત કરી હતી. મુકેશભાઇ પટેલે જણાવ્યું કે વિશ્વકર્માનું સાદગી પૂર્ણ અને સમર્પિત જીવન સૌ માટે પ્રેરણાસ્રોત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંતને નવી દિશા મળશે અને ગુજરાતના વિકાસ યાત્રામાં ભાજપ નવી સિદ્ધિઓ હાંસલ કરશે…