નાનાપોંઢા તાલુકામાં સરપંચ-તલાટી પરિચય સંવાદ : વિકાસ માટે સહકારનું મજબૂત માળખું

0
267

વલસાડ જિલ્લાના નવનિર્મિત નાનાપોંઢા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલના નેતૃત્વ હેઠળ સરપંચો અને તલાટીઓનો પરિચય સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાના તમામ ગામોના પ્રતિનિધિઓ તથા વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આનંદ પટેલે જણાવ્યું કે નવી તાલુકા રચનાથી નાનાપોંઢા વિસ્તારના ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે અને હવે ગ્રામજનોને શાસકીય સેવાઓ માટે દૂર જવાની જરૂર નહીં રહે. સરપંચો તથા તલાટીઓને શાસકીય યોજનાઓના લાભ ગ્રામજનો સુધી પહોંચાડવામાં વધુ જવાબદારી પૂર્વક જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

પરિચય સંવાદ દરમિયાન વિવિધ ગામોના પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના વિકાસ સંબંધિત સૂચનો રજૂ કર્યા હતા. તાલુકા તંત્રે વિશ્વાસ આપ્યો કે પાણી, માર્ગ, સ્વચ્છતા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

આ સંવાદ દ્વારા નાનાપોંઢા તાલુકામાં વહીવટી પારદર્શકતા અને સહકારનું મજબૂત માળખું ઉભું થયું છે, જે આગામી દિવસોમાં ગ્રામ્ય વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here