ધરમપુર ખાતે બિરસા મુંડા સર્કલ નજીક બસ બેકાબુ થઈ પાનના ગલ્લામાં ઘૂસી, ઘટના સ્થળે ભીડ એકઠી

0
111

ધરમપુર શહેરના બિરસા મુંડા સર્કલ પાસે વાવ નજીક આજે મોડી સાંજે એક બસ બેકાબુ થઈને કે આર ડી ચા દુકાનની બાજુમાં આવેલી પાનની ગલ્લામાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો અચાનક બન્યો કે આસપાસના લોકો ગભરાઈ ગયા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે દુકાનને નુકસાન પહોંચ્યું છે. ઘટનાના તરત બાદ સ્થાનિક લોકો ટોળે વળ્યાં અને ડ્રાઈવરને કાબૂમાં લીધો. પ્રાથમિક માહિતી મુજબ બસના બ્રેક ફેલ થતાં અકસ્માત બન્યો હોવાનું અનુમાન છે. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને વાહનને રસ્તેથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવી છે. સ્થાનિકો દ્વારા પ્રશાસનને રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here