મોટાપોંઢા ખાતે જય હનુમાન ચરિત્ર કથામાં શિક્ષણ, રોજગાર અને ધર્મ પર વિજય બાપુના આશીર્વચન

0
142

નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ખાતે આયોજિત જય હનુમાન ચરિત્ર કથામાં પરમ પૂજ્ય વિજય બાપુના પવિત્ર સાનિધ્યમાં શ્રદ્ધાળુઓએ કથાનું રસપાન કર્યું હતું. આ કથામાં બાપુએ શિક્ષણ, રોજગાર અને ધર્મના મહત્વ પર પ્રકાશ પાડતા જીવનમાં આધ્યાત્મિકતા સાથે સામાજિક જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ, અગ્રણી બાબુભાઈ વરઠા, ગણેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત, ડુમલાવ અગ્રણી મંગળભાઈ પટેલ, શ્રીમતિ રતનબેન પટેલ, એપીએમસી પ્રમુખ મુકેશભાઈ પટેલ, કપરાડા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ, ગામના સરપંચ રણજીતભાઈ પટેલ તથા ધર્મસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગિરીશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ (પ્રમુખ), મુકેશભાઈ પટેલ, ગેહુરભાઈ તથા અન્ય ગ્રામજનોના સહકારથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here