
આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા તા. 28 ડિસેમ્બર 2025, રવિવારના રોજ બપોરે 2 કલાકે નાનાપોંઢા ડેપો નજીક, જંગલ મંડળીની ઓફિસની સામેના મેદાન ખાતે યોજાશે.
આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને રાજ્યના હાલના રાજકીય પરિપ્રેક્ષ્યમાં આમ આદમી પાર્ટીની નીતિઓ તથા ગુજરાત જોડો અભિયાનના ઉદ્દેશ્યો અંગે માર્ગદર્શન આપશે.
સ્થાનિક સંગઠન દ્વારા જણાવાયું છે કે નાનાપોંઢા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. આ સભા દ્વારા AAP પક્ષ ગ્રામ્ય સ્તરે સંગઠન મજબૂત બનાવી આગામી ચૂંટણી માટે માળખાકીય તૈયારીઓ શરૂ કરી રહી છે. પક્ષના કાર્યકર્તાઓએ નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.