નાનાપોંઢામાં આમ આદમી પાર્ટીની વિશેષ બેઠક : જિલ્લા–તાલુકા પંચાયત ચૂંટણીને લઈ વ્યૂહરચના પર ચર્ચા…

0
141

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા અને લોકહિતના પ્રશ્નોને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપે ગત મોડી સાંજે નાનાપોંઢા ખાતે પાર્ટીના સક્રિય કાર્યકરોની વિશેષ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સ્થાનિક વિકાસના મુદ્દાઓ, આદિવાસી વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ તેમજ આદિવાસી સમાજના મસીહા અને ધારાસભ્ય ચૈતર વસાવાની વિચારધારાને આગળ ધપાવવાના મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી. આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પાર્ટી કેવી રીતે અસરકારક રીતે ઝંપ લાવશે તે અંગે માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી હતી.

આ બેઠકમાં કપરાડા તાલુકા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, માઈનોરીટી જિલ્લા પ્રમુખ અસદ સિંધી, જિલ્લા પ્રવક્તા હરેશ પટેલ, કપરાડા મહામંત્રી પંકજ પટેલ, પ્રભારી અજીતભાઈ, અશોકભાઈ, સાજીદ શેખ, ગુલાબભાઈ, ગોવિંદભાઈ, જયેશભાઈ, દિનેશભાઈ, અમ્રતભાઈ સહિત અનેક નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ગ્રામ્ય સ્તરે પાર્ટીનો વ્યાપ વધારવા માટે એકમતથી સંકલ્પ કર્યો હતો.

બેઠકના અંતે આવનારા દિવસોમાં જાહેર સભાઓ, રેલીઓ તથા ઓટલા બેઠકો દ્વારા લોકો સુધી પહોંચવાની યોજના પર ચર્ચા થઈ હતી, જેથી લોકહિતના પ્રશ્નોનો ઉકેલ અને લોકજાગૃતિ બંને હાંસલ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here