અંભેટી ગ્રામપંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો — તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ

0
397

નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામની ગ્રામપંચાયત સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામના જાગૃત નાગરિકો યોગેશભાઈ સાપુરભાઈ પટેલ અને ચંદુભાઈ નવસુભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી છે અને જવાબદાર સરપંચ, તલાટી કમ મંત્રી તથા કોન્ટ્રાકટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ફરિયાદ મુજબ, ગ્રામપંચાયત એજન્સી ધોરણે મળેલા કામોમાં નિયમ વિરુદ્ધ પેટા કોન્ટ્રાક્ટ આપે છે તેમજ કોઈપણ કામ માટે સ્પર્ધાત્મક દર મેળવવામાં આવતા નથી. રસ્તા, પેવર બ્લોક અને નાળા બાંધકામ જેવા કામોના પ્લાન તાલુકા પંચાયત કચેરીમાંથી લેવામાં આવતા નથી. જમીન ટાઇટલ ક્લિયર પ્રમાણપત્ર વિના ખાનગી જમીનમાં હેડ પંપના કામો કરવામાં આવે છે.

બીલો સાથે જરૂરી દસ્તાવેજો મેળવવામાં આવતા નથી, તેમજ રેતી, કપચી જેવી સામગ્રીની ખરીદીમાં રોયલ્ટી પાસ લેવામાં આવતો નથી. Gem Portal પરથી ખરીદી ન કરવી અને ટેસ્ટ રિપોર્ટ ન મેળવવા જેવી અનેક ગેરરીતિઓ પણ સામે આવી છે. અરજદારોએ આ તમામ મુદ્દાની તપાસ કરીને જવાબદાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here