લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઇસ્કૂલ સુખાલા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો

0
75

નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામની લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઇસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પૂર્વે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજમેન્ટના પ્રમુખ તથા 181 કપરાડાના શ્રી વસંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી હસુમતીબેન વી. પટેલના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી, જેમાં તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી શબ્દોમાં બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.


ઉલ્લેખનીય છેકે, વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા શાળાની શિક્ષિકા શ્રીમતી ફાલ્ગુનીબેન તથા શિક્ષક શ્રી રમેશભાઈ પવાર દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે બંને શિક્ષકોએ પરીક્ષાના સમયપત્રક, તૈયારીની રીતો અને આત્મવિશ્વાસ જાળવવાની મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.

આ સુંદર કાર્યક્રમનું સંચાલન શ્રી અલ્કેશભાઈ ભંડારીએ કર્યું હતું. આ સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓને બોર્ડની હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા પાઠવેલ શુભેચ્છા પત્ર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં શાળાનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમગ્ર સમારંભ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here