
માનવ અધિકાર એ વિશ્વના દરેક માનવીને મળેલા એવા મૂળભૂત અધિકાર છે જે માનવ જીવનને ગૌરવપૂર્ણ, સમાન અને સુરક્ષિત બનાવે છે. માનવ અધિકારનો હેતુ એ છે કે કોઈપણ વ્યક્તિ સાથે જાતિ, ધર્મ, વર્ણ, લિંગ, ભાષા અથવા રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ ન થાય. વિશ્વમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયનો અધિકાર મળે તે માટે માનવ અધિકારની સ્થાપના કરવામાં આવી છે.
માનવ અધિકારમાં આરોગ્યનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રોજગાર અને આર્થિક સુરક્ષાનો અધિકાર, તેમજ સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં ભાગ લેવાનો અધિકારનો સમાવેશ થાય છે. આ અધિકારોથી વ્યક્તિ પોતાના જીવનને સન્માન પૂર્વક જીવવા સક્ષમ બને છે.
દર વર્ષની 10 ડિસેમ્બરનાં રોજ “વિશ્વ માનવ અધિકાર દિવસ” ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ માનવ અધિકાર અંગે જાગૃતિ ફેલાવવાનો છે. માનવ અધિકારનું પાલન દરેક દેશની સરકાર અને નાગરિકોની સંયુક્ત જવાબદારી છે. જો માનવ અધિકારનું રક્ષણ થઈ શકે, તો વિશ્વમાં શાંતિ, સમાનતા અને માનવતા ટકી રહેશે.