રોજગાર મેળા બન્યા યુવાનો માટે આશાનું કિરણ — કપરાડાની મનિષા માહલાને મળી નોકરી, આત્મનિર્ભર બનવાની શરૂઆત

0
262

રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે યોજાતા રોજગાર મેળાઓ યુવા વર્ગ માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યા છે. આવા મેળાઓ નોકરી શોધનારા અને નોકરીદાતાઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને ઝડપી રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બને છે. તાજેતરમાં કપરાડા ખાતે યોજાયેલા રોજગાર મેળામાં અનેક યુવાનોએ વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવામાં સફળતા મેળવી.

કપરાડાની યુવતી મનિષા માહલાએ પણ આ મેળા મારફતે નોકરી મેળવી આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું. મનિષાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, “રોજગાર મેળા થકી સરકારે મને ઉડવા માટે પાંખો આપી છે, હવે હું મારા સપના સાકાર કરી શકીશ.”

રાજ્ય સરકારના આ પ્રયાસો ગ્રામીણ તેમજ આદિવાસી વિસ્તારોના યુવાનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ફૂંકી રહ્યા છે. આવી યોજનાઓથી યુવાઓમાં રોજગારીની તકો વધવા સાથે આત્મનિર્ભર ભારતના સપના તરફ મજબૂત પગલા ભરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here