‘વિકસિત ભારત @ 2047’ માટે ગુજરાતમાં સામૂહિક મંથન: 12મી ચિંતન શિબિરમાં વિકાસના નવા માર્ગો પર ચર્ચા

0
72

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે આયોજિત 12મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘વિકસિત ભારત @ 2047’ના ધ્યેયને સિદ્ધ કરવા ગુજરાતની અગ્રણી ભૂમિકા નિભાવવા માટે વિવિધ વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી. ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી અને પર્યાવરણ, જાહેર સલામતી તેમજ સેવાક્ષેત્ર જેવા જનસુખાકારીને સ્પર્શતા મુદ્દાઓ પર ગૃપ ચર્ચાઓ યોજાઈ, જેમાં સહભાગી અધિકારીઓ અને નિષ્ણાતોએ પોતાના મૂલ્યવાન સુઝાવો રજૂ કર્યા.

આ અવસરે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી શ્રી ટી.વી. સોમનાથ દ્વારા ભારતના આર્થિક વિકાસ અને સુશાસનની વ્યૂહરચનાઓ વિષયક માર્ગદર્શન આપતું વક્તવ્ય પણ રજૂ થયું.

ચિંતન શિબિરના આ ચર્ચાસત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને ‘વિકસિત ગુજરાત’ રૂપે સાકાર કરવા માટે નવી ઉર્જા અને દિશા પૂરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here