
કપરાડા સર્કિટ હાઉસ ખાતે આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીની વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી જીતુ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભાના ઈન્ચાર્જ ડૉ. રાજીવ પાંડે, વલસાડ જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાવિત, જિલ્લા માઈનોરિટી પ્રમુખ અશદ સિંધી, જિલ્લા વકીલ સેલના પ્રમુખ ધવળિયા ભોયા, કપરાડા વિધાનસભાના પ્રભારી વિનોદ પટેલ, તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, તાલુકા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, તાલુકા યુવા પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, ચંદુ પટેલ, નીતિન પટેલ, લતેશ પટેલ, યોગેશ પવાર, વિનોદ સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં આગામી પંચાયત ચુંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, ગ્રામ્ય સ્તરે સક્રિય કાર્યકરોને વધુ જવાબદારીઓ સોંપવા અને પાર્ટીના વિચારધારાનો પ્રચાર-પ્રસાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા માટે એકતા અને સંકલન સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. જેના કારણે વિસ્તારના રાજકીય માહોલમાં નવી ઊર્જાનો સંચાર જોવા મળ્યો હતો.