
નાની વહિયાળ ગામે આવનારા 19 નવેમ્બર, 2025ના રોજ સવારે 11:30 કલાકે “ગુજરાત જોડો જનસભા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ જનસભા પાવર હાઉસની સામે, કાકડકુવા પીએમસી સેન્ટરની પાછળ યોજાશે. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા તથા ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા ઉપસ્થિત રહી વિસ્તારના લોકોથી સંવાદ કરશે.
જનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા લોકહિતના મુદ્દાઓ અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. આયોજકો દ્વારા વિસ્તારના તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીના સભ્ય બનવા ઇચ્છુક નાગરિકો માટે મિસ કોલ સેવા શરૂ કરવામાં આવી છે. સભ્યપદ મેળવવા માટે માત્ર 95 12 04 04 04 પર મિસ કોલ આપવી રહેશે.
જનસભા લોકજાગૃતિ અને લોકહિતના મુદ્દાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે, જેમાં વિશાળ જનમેદનીની હાજરીની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.