
કપરાડા: તા. 08/08/2025ના રોજ સાંજે કપરાડા પોલીસ સ્ટેશનના PSI એલ.એસ. પટેલ, ASI ગૌતમભાઈ ગાંવિત અને હોમગાર્ડની ટીમ દ્વારા પીપલસેત ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોટી સફળતા મેળવી હતી. મહારાષ્ટ્ર અને સેલવાસમાંથી ઘાટ પાડવા આવેલા લૂંટારૂ ગેંગના સભ્યોમાંથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યા અનુસાર લૂંટારૂઓ હથિયાર તેમજ બુકાની સાથે કપરાડા વિસ્તારમાં ધાડ પાડવા આવી રહ્યા હતા. ચેકિંગ દરમિયાન તેઓ પોલીસને જોઈને મોટરસાયકલ પર ફરાર થવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસના સતર્ક પ્રયાસોથી ચાર આરોપીઓ ઝડપી પડાયા.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. PI એસ.એલ. વસાવા તેમની આગળની તપાસ કરી રહ્યાં છે. આરોપીઓની ગુજરાત, મહારાષ્ટ્ર અને સેલવાસમાં અન્ય ગુનામાં સંડોવણીની આશંકા ધરાવતાં તપાસ આગળ વધારવામાં આવી છે.