વલસાડમાં આટર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત શિબિરનું આયોજન

0
132

વલસાડની પ્રસિદ્ધ સંસ્કૃત પાઠશાળામાં આટર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે “સંસ્કૃત સંભાષણ વ્યાકરણ શિબિર” નું સફળ આયોજન કરવામાં આવ્યું. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની સંભાષણ કળા અને વ્યાકરણનાં મહત્વપૂર્ણ તત્વોનું અભ્યાસ કર્યો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ લાવવી અને ભાષા શીખવા માટે ઉત્સાહ વધારવો હતો.

આ અવસરે પાઠશાળાની લાઇબ્રેરીમાં વેદ, વેદાંત, દર્શન, ઉપનિષદો, હસ્તપ્રતો, શાસ્ત્રો અને સંસ્કૃત સાહિત્યના અનમોલ ગ્રંથોનું વિશિષ્ટ પ્રદર્શન પણ યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પુસ્તકોનું અભ્યાસ કરી સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનો અનુભવ કર્યો. શિબિરના અંતે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો વચ્ચે શંકા-સમાધાન સત્ર યોજાયું, જેમાં ભાગ લેનારાઓએ અભિપ્રાયો અને અનુભવો પણ વહેંચ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here