સ્વાતંત્ર્ય દિન નિમિતે લાલ બહાદુર શાસ્ત્રી હાઇસ્કૂલ સુખાલા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

0
167

કપરાડા – આજ રોજ 15મી ઓગસ્ટ, 2025ના દિને દેશના 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ બહાદુર શાસ્ત્રી સાર્વજનિક હાઇસ્કૂલ, સુખાલા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ જશ્નભેર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપપ્રમુખશ્રી ધર્મસિંહ વી. પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને દેશભક્તિના ભાવોથી પ્રસન્ન કર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. કાર્યક્રમમાં શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વાલીઓ, ગામના આગેવાનો તથા સમાજ સેવકોની ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ વિશેષ આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here