બાબરખડક ડુંગરી ફળિયા શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

0
115

કપરાડા તાલુકાની બાબરખડક ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, જોકે વહેલી સવારે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના અગ્રણીના વરદ હસ્તે તિરંગા ફરકાવવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, શિક્ષિકાઓ તથા શાળા સમિતિના સભ્યો પણ જોડાયા હતા.

ધ્વજવંદન પછી રાષ્ટ્રગીત અને દેશ ભક્તિથી સરવાયેલા સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, બાદમાં વાલી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શાળાના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં શિક્ષણ ક્ષેત્રે વધુ સુધારા લાવવાના સંકલ્પો વ્યક્ત કરવામાં આવ્યા હતા.

આ સાથે ગામના વિકાસને લગતા મુદ્દાઓ પર પણ ગ્રામજનો અને અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરાયો. કાર્યક્રમની અંતે પ્રસાદ વિતરણ કરીને શાંતિ પૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સાંસ્કૃતિક ભાવના સાથે ઉજવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here