
કપરાડા તાલુકાના બાબરખડક ગામના ડુંગરી ફળિયામાં આવેલ એગ્રીપ્રાઇમ કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. આ સમયે કંપનીના સંચાલકો, કર્મચારીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન દરમિયાન રાષ્ટ્રગીતની ગુંજ સાથે “વંદે માતરમ”, “ભારત માતા કી જય” જેવા દેશ ભક્તિથી ભરેલા નારા ઉછાળવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિથી ગર્જાયું હતું. કાર્યક્રમમાં કંપનીના સંચાલકોએ દેશની એકતા અને અખંડિતતા જાળવવા પ્રતિબદ્ધ રહેવાનો સંદેશ આપ્યો હતો.
આ અવસરે સમાજ અને ગ્રામ્ય વિકાસમાં કંપનીની ભૂમિકા તેમજ સ્થાનિક લોકોને રોજગાર પુરો પાડવા માટેના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે પ્રસાદ વિતરણ અને સ્વચ્છતાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.