બાબરખડકમાં મોબાઇલ નેટવર્કની ગંભીર સમસ્યા, લોકોએ તાત્કાલિક નિરાકરણની ઉઠાવી માંગ

0
145

કપરાડા તાલુકાનું છેવાડે આવેલું ગામ એટલે કે બાબરખડક, કે જયાં આજકાલ મોબાઇલ નેટવર્કની તીવ્ર અછત અનુભવાઈ રહી છે, ગામમાં મોટાભાગના લોકો સ્માર્ટફોન ધરાવે છે, પરંતુ નેટવર્ક ન મળતા તેઓ પરેશાન થઇ રહ્યા છે, શિક્ષણથી માંડી ઇમર્જન્સી સેવાઓ સુધી દરેક કામગીરી માટે મોબાઇલ મહત્વપૂર્ણ બની ગયેલા સમયગાળામાં બાબરખડક ગામના લોકો આજે પણ યોગ્ય નેટવર્ક માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ગામમાંથી લગભગ બે કિમીના અંતરે જિઓ જેવી મોટી મોબાઇલ કંપનીઓના ટાવરો હોવા છતાં પણ બાબરખડકમાં નેટવર્ક કવરેજ ન હોવાનું જોવા મળે છે, કેટલીક જગ્યાએ માત્ર બે-ત્રણ ફૂટ ઊંચાઈએ મોબાઇલ ઉંચો રાખવાથી જ નેટવર્ક મળતું હોય છે, પરંતુ એ પણ અસ્થિર રહે છે, પરિણામે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી થાય છે, અને ઇમર્જન્સી સમયે 108 જેવી સેવાઓ સુધી પણ સમયસર સંપર્ક થઈ શકતો નથી.

સ્થાનિક લોકો અને આગેવાનોની માંગ છે કે, ટેલિકોમ વિભાગ અને સંબંધિત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ તાત્કાલિક ગામમાં પોંહચી, સર્વે કરી, યોગ્ય ટેકનિકલ ઉપાયો દ્વારા નેટવર્ક સુવિધા પુરી પાડી દે, ગામના વિકાસ અને લોકોના નૈતિક અધિકાર તરીકે મોબાઇલ નેટવર્ક જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here