તરમલિયા ગામે કાર ખાડીમાં તણાઈ: પતિનો બચાવ, પત્નિ અને પુત્રી ગૂમ

0
182

પારડી તાલુકાના તરમલિયા ગામે મોડી સાંજના સમયે એક દુઃખદ ઘટના બની હતી, ખેરલાવ ગામના રહેવાસી શિક્ષક દંપતી અને તેમની પુત્રી કારમાં બેસીને ક્યાંક જતા હતા, ત્યારે ગામ નજીક આવેલા ભેસુ ખાડીના પાણીમાં તેમની કાર અચાનક તણાઈ ગઈ હતી.

કારમાં પતિ, પત્નિ અને પુત્રી સવાર હતા, કાર તણાતા પિતાનો બચાવ થયો હતો, જ્યારે પત્નિ અને પુત્રી પાણીમાં તણાઈ જતા ગૂમ થયા છે, ઘટનાની જાણ થતાં તરતજ મામલતદાર, ફાયર બ્રિગેડ ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

એનડીઆરએફની ટીમ તેમજ ચંદ્રપુરથી રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને મહિલા અને પુત્રીની શોધખોળ માટે શોધ અને રાહત કામગીરી શરૂ કરી છે, સ્થાનિક લોકોમાં દુઃખ અને ચિંતાનું માહોલ છવાઈ ગયો છે, હાલ સુધી મહિલાની અને પુત્રીની કોઈ શોધ મળી નથી.

પ્રશાસન દ્વારા ઘટના સ્થળે રાહત કામગીરી યથાવત રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here