AAP આગોતરા મૂડમાં: જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિતનું નિવેદન…

0
623

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લા AAP પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું કે, “પારદર્શક અને લોક કલ્યાણકારી રાજકારણ માટે AAP પુરજોશે મેદાનમાં ઉતરશે.”

તેઓએ ઉમેર્યું કે સંભવિત ઉમેદવારો માટે પાર્ટી દ્વારા ફોર્મ જારી કરવામાં આવ્યા છે અને ઉમેદવારી પ્રક્રિયા સમયસર પુરી થાય તે માટે વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી કરવામાં આવી છે.

ગાંવિતના કહેવા અનુસાર પાર્ટી સ્થાનિક સ્તરે જન સંપર્ક, વિકાસના મુદ્દા અને લોકોને સારા વિકલ્પ આપવા માટે નિષ્ઠા પૂર્વક પ્રયત્ન શીલ છે. AAP આગોતરા મુડમાં છે અને ચૂંટણી માટેની સંભાવનાઓ તેજ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here