
ભારત સરકારે “Online Gaming Regulation Bill, 2025” સંસદમાં પાસ કરી ન્યાયિક મંજૂરી આપ્યા પછી, દેશમાં પૈસા આધારિત ઓનલાઇન ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે, આ કાયદા મુજબ હવે કોઈપણ એવી ગેમ જે પૈસા લગાડીને રમાતી હોય, જેમ કે ફેન્ટસી લીગ, ઑનલાઇન પોકર, કેસિનો, બેટિંગ અને લકી ડ્રો જેવી રમતો, તેનું ચલાવવું ગેરકાયદેસર ગણાશે.

આ પગલાની સીધી અસર રૂપે Dream11, Mobile Premier League (MPL), Zupee, Poker Baazi જેવી લોકપ્રિય એપ્લિકેશન્સે તેમના પૈસા આધારિત ગેમિંગ સેવાઓ તાત્કાલિક બંધ કરી દીધી છે, અત્યાર સુધી આ એપ્સ કરોડો યુઝર્સ દ્વારા રમાતી રહી હતી અને લાખો લોકોને રોજગાર પણ પૂરો પાડતી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ યુવાનોને નશીલી, વ્યસન જનક અને આર્થિક નુકસાન કારક ગેમિંગ પ્રવૃત્તિઓથી બચાવવાનો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારની ગેમ્સના કારણે અનેક પરિવારોએ નાણાંકીય નુકસાન ભોગવ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં આત્મ હત્યાની ઘટનાઓ પણ સામે આવી છે.

સરકારનું કહેવું છે કે e-sports અને શિષ્ટ મનોરંજન માટે non-monetary ગેમ્સને પૂરું પ્રોત્સાહન આપવામાં આવશે, નવા કાયદા હેઠળ e-sportsના ક્ષેત્રે યોગ્ય માળખું તૈયાર કરી, નૌજવાનો માટે એક નવી દિશા ઊભી કરાશે…