નાનાપોંઢા એન.આર.રાઉત હાઇસ્કૂલ ખાતે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતો યોજાઈ

0
242

કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આવેલી એન.આર.રાઉત સાર્વજનિક માધ્યમિક શાળામાં 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની તાલુકા કક્ષાની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી, મહેસાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં U-14, U-17 અને U-19 કેટેગરીના ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધાઓમાં કબડ્ડી, ખોખો, એથ્લેટીક્સ, વોલીબોલ અને અન્ય રમતો યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ તેમની રમતગમતની ક્ષમતા બતાવીને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. શાળાના ગ્રાઉન્ડ પર ખેલાડીઓનો ઉત્સાહ અને તૈયારી જોવાલાયક હતી. આ સ્પર્ધાઓનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક અને રમતગમતના માધ્યમથી સાહસિકતા વિકસાવવાનો હતો. આ પ્રસંગે શાળાના સ્ટાફ, વાલીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here