પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ થવા મામલે સાંસદ ધવલભાઈ પટેલની પત્રકાર પરિષદ

0
287

વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ હવે રદ કરવામાં આવ્યો છે અને આ અંગે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આપેલા લેખિત પત્રને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.

સાંસદશ્રીએ વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે અને ખોટી માહીતી આપી કોંગ્રેસી રાજકારણ ચલાવી રહ્યા છે. project officially dropped થવા અંગેની માહિતી આવતા તેમના કાર્યાલય ખાતે ફટાકડા ફોડાયા અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે સાંસદશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના સહયોગથી આ મહત્વનો નિર્ણય લીધો ગયો.

પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ જિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here