
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચાલુ #HarGharTiranga અભિયાન અંતર્ગત કપરાડાના નાનાપોંઢા ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “તિરંગો ફરક્યો છે આકાશમાં, ઉત્સાહ અનેરો આ અભિયાનમાં” જેવી ભાવનાત્મક પંક્તિઓ સાથે શરુ થયેલી યાત્રાએ ગામના નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’ જેવા દેશ પ્રેમથી લબાલબ નારાઓ સાથે ગામના મુખ્ય માર્ગોથી પસાર થયેલી યાત્રાએ તમામ વર્ગોના લોકો જોડાયા હતા. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, યુવાનો, વડીલોએ તિરંગો હાથમાં લઈને રાષ્ટ્રીય એકતાનું દૃઢ સંકલ્પ દર્શાવ્યું હતું. યાત્રા દરમિયાન રાષ્ટ્રગાન તથા દેશભક્તિ ગીતોનો ગુંજાટ આવ્યો હતો.

આ યાત્રા દેશપ્રેમ, એકતા અને ગૌરવના ઉદ્ગારરૂપ સાબિત થઇ. ગામજનોએ સરકારી અભિયાન પ્રત્યે આપેલા ઉત્સાહભર્યા પ્રતિસાદે આખા વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનું શાણું ફરી વળ્યું હતું…