
વલસાડ સ્થિત કોમર્સ કોલેજ સંસ્કાર કેન્દ્ર ભવન ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નો ભવ્ય શુભારંભ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ માલતીબેન ટંડેલની વિશેષ હાજરી રહી હતી.

આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ પટેલ, યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રીમતિ હિમાલીબેન જોષી, શ્રી વળવી સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા મહિલા મોરચાની મહામંત્રી શ્રીમતિ અલ્કાબેન દેસાઈ, જિલ્લા આઈટી સેલના ઈન્ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ તથા જિલ્લા સોશિયલ મીડિયા સેલના ઈન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ દ્વારા યુવાનોમાં રમત ગમત પ્રત્યેનો જુસ્સો વધે, નવી પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તેમજ આરોગ્યપ્રદ જીવન શૈલી વિકસે તેવો મુખ્ય હેતુ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી તેમની હિંમત વધારવામાં આવી હતી.