ચૈતર વસાવાને લઈ ભાજપ પર ઈશુદાન ગઢવીનો આક્ષેપ

0
235

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપે ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ સમય જેલમાં રાખવા માટે ષડયંત્ર રચ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, “ચૈતરભાઈને જે ગુનામાં આટલો લાંબો સમય જેલમાં રાખવામાં આવ્યા છે તે કોઈ માની કે વિચારી પણ ન શકે.” ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ મનફાવે એટલા પ્રયત્નો કરે, પરંતુ ચૈતરભાઈ કે આદિવાસી સમાજને ક્યારેય ડરાવી નહીં શકે. તેમણે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો બુલંદ અવાજ ગણાવ્યો અને જણાવ્યું કે ભાજપ આ અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઢવીએ દાવો કર્યો કે આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને યોગ્ય અને વળતો જવાબ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here