
પારડી તાલુકાના કિંકરલા ગામના સારણ ફળીયામાં રવિભાઈ અશોકભાઈ પટેલના ઘરે અચાનક અજગર જોવા મળતાં સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી. તરત જ ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારી – પારડી વિભાગના કિંકરલાના સભ્યોને કરાઈ. ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યો જીજ્ઞેશભાઈ નાયકા, સિદ્ધાર્થભાઈ નાયકા અને અજયભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગે પારડી વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ટીમે સાવધાની પૂર્વક અજગરને પકડીને સલામત રીતે એકાંત ફોરેસ્ટ એરિયામાં છોડી મુક્યો હતો.

આ ઘટનાને પગલે વન્ય પ્રાણીઓની સુરક્ષા તથા લોક જાગૃતિ અંગેનો સંદેશો ફેલાયો છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સભ્યોએ લોકોને અપીલ કરી છે કે, જો ક્યારેય ઘરોમાં કે આસપાસ વન્ય જીવ જોવા મળે તો સૌ પ્રથમ વન વિભાગને જાણ કરવી. સાથે જ WRTN પારડી કિંકરલા વિભાગના જીજ્ઞેશભાઈ નાયકાને 99259 12228 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આવી કામગીરી માત્ર વન્ય જીવને જ નહિ પરંતુ માનવ જીવનને પણ સુરક્ષિત રાખે છે.