ખડકવાળ ગામમાં 90 હજાર રૂપિયાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

0
935

કપરાડા તાલુકાના ખડકવાળ ગામના ખાજુનિયા ફળિયામાં ચોરીની ઘટના બનતા ગામમાં ચકચાર મચી ગઈ છે. કિશનભાઈ સોમાભાઈ વાઘમાર્યાના ઘરે પાછળના દરવાજા મારફતે અજાણ્યા ચોરે પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલા લોખંડના કબાટનું લોકર તોડી તેમાં મુકેલ રૂપિયા 10,000 અને ભાતના પાલા (ટાંટકી)ની બાજુમાં લાકડાના ગલ્લામાં મુકેલા રૂપિયા 80,000 સહિત કુલ રૂપિયા 90,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ઘટના સ્થળેથી ચોરે 100, 200 અને 500 રૂપિયાની નોટો લઈને જવાનો બનાવ બન્યો હતો. આકસ્મિક બનેલી આ ચોરીથી પરિવારમાં ભારે આર્થિક નુકસાન થયું છે. ચોરીની જાણ થતાં કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તજવીજ હાથ ધરી હતી. અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે ચોરનો પત્તો લગાવવા તપાસ શરૂ કરી છે.

ગામમાં બનેલી આ ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી છે અને સંભવિત શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે ત્વરિત સમયમાં ચોરની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here