રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે

0
146

વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ૨૩ ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે, આ કાર્યક્રમ અંતર્ગત “પ્રાચીન આકાશથી આધુનિક ક્ષિતિજ સુધી – ભારતનું અવકાશીય વારસો” વિષયક વિશેષ પ્રદર્શન ખુલ્લુ મુકાશે, આ પ્રદર્શન ભારતના વૈદિક યુગથી લઈને આજના આધુનિક અવકાશ અભિયાન સુધીના સફરને દર્શાવશે.

આ અવસરે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને ભારતીય અવકાશ કાર્યક્રમ વિશે જાણકારી મેળવવાનો ઉત્તમ અવસર મળશે, વિજ્ઞાન મંડળ દ્વારા લઘુ પ્રદર્શન, મોડેલ્સ, વિડિયો પ્રેઝન્ટેશન અને ઈન્ટર એક્ટિવ સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તેમજ ભારતની અવકાશ યાત્રા વિશે જાગૃતિ ફેલાવવાનો છે, આ કાર્યક્રમ સૌ માટે ખુલ્લો રહેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here