વલસાડથી દમણ અને સેલવાસા માટે રાહત દરે પાસ સુવિધા ફરી શરૂ: વિદ્યાર્થીઓમાં આનંદની લહેર

0
148

વલસાડથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી (સેલવાસા) જતાં વિદ્યાર્થીઓ તથા રોજિંદા મુસાફરો માટે રાહત ભર્યા સમાચાર આવ્યા છે, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની રજૂઆત બાદ, હવે ફરીથી રાહત દરે પાસ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ પહેલ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વ પૂર્ણ માની શકાય, છેલ્લા કેટલાક સમયથી પાસ સગવડ બંધ થતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું હતું, પરંતુ હવે આ સુવિધા પુનઃ પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ માટે દમણ અને સેલવાસા જતાં વિદ્યાર્થીઓ હવે ઓછા ભાડામાં મુસાફરી કરી શકશે, જેના કારણે તેમના પરિવાર પર પડતો ખર્ચનો ભાર પણ ઘટશે, સાંસદ ધવલ પટેલે આ નિર્ણય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે તથા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે સતત પ્રયત્ન શીલ રહેવાની ખાતરી આપી છે, વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ પગલાનું હર્ષ પૂર્વક સ્વાગત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here