
કપરાડા વિધાનસભાની કરચોંડ જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આગામી 23 ઓગસ્ટ 2025, શનિવારે સાંજે 6 વાગ્યે મનાલા બિરસા મુંડા હોલ ખાતે વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાન અંતર્ગત AAP દ્વારા દરેક જિલ્લામાં જનસભાઓ યોજાઈ રહી છે. મનાલામાં યોજાનારી આ જનસભામાં વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ તથા સ્થાનિક મતદાતાઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિતે સૌને આ જનસભામાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
જનસભા દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા ઇન્ચાર્જ કમલેશ પટેલ, નવસારી જિલ્લાના પ્રમુખ પંકજ પટેલ, કપરાડાના પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ તેમજ પ્રદેશ સ્તરના અગ્રણીઓમાંથી રામ ધડકુંની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે.
પાર્ટીના સ્થાનિક નેતાઓ અનુસાર આ જનસભા દ્વારા કાર્યકરોમાં નવચેતના જાગૃત કરવાની તથા વિસ્તારના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. AAP ને આગામી ચૂંટણીઓ માટે મજબૂત પાયા વિહોણી બનાવવા આ સભાને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.