
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 28.67 મિમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 46 મિમી થયો છે. વલસાડમાં 15, ધરમપુરમાં 31, પારડીમાં 25, ઉમરગામમાં 29 અને વાપીમાં 26 મિમી વરસાદ થયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ 2010.17 મિમી વરસાદ નોંધાયો છે.
1 જૂનથી અત્યાર સુધીમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 2587 મિમી વરસાદ નોંધાયો છે. વાપીમાં 2084, ધરમપુરમાં 2019, પારડીમાં 1939, ઉમરગામમાં 1847 અને વલસાડ તાલુકામાં 1585 મિમી વરસાદ થયો છે. વરસાદી માહોલને પગલે ખેડૂતોએ રાહત અનુભવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વલસાડ જિલ્લો, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા નદીકાંઠે વસેલા લોકો માટે સતર્કતા અપાવવામાં આવી છે અને જરૂરી પગલાં લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.