
181 કપરાડા વિધાનસભા મત વિસ્તારના મનાલા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, લોકસભા ઇન્ચાર્જ કમલેશ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ સભામાં ગામલોકો અને કાર્યકરોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિત, ધરમપુર તાલુકા પ્રમુખ રાકેશ પટેલ, કપરાડા તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, માનોરીટી સેલના પ્રમુખ હર્ષદ સિંધી, કપરાડા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, વકીલ સેલના પ્રમુખ ધવળીયા ભોયા સહિત અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.

સભામાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ આમ આદમી પાર્ટીની નીતિઓ, શિક્ષણ, આરોગ્ય અને જન કલ્યાણની યોજનાઓ વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતા, આ ઉપરાંત, પક્ષના સંદેશને ઘરો સુધી પહોંચાડવા અને નવા સભ્યોને જોડવા માટે કાર્યકરોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધતાં હોદ્દેદારોઓએ પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ ભેર અને શાંતિ પૂર્ણ માહોલમાં યોજાયો હતો, અને વિસ્તારના સંગઠન કાર્યને વધુ ગતિ આપવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે.