કપરાડામાં ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિર

0
167

કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે એન. આર. રાઉત હાઈસ્કૂલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે ‘ઓપરેશન સિંદૂર’ અને ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન થયું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહ પૂર્વક હાજરી આપી માનવતા માટે જીવનદાયી એવા રક્તનું દાન આપ્યું. રક્તદાન શિબિર દ્વારા અનેક જરૂરિયાત મંદ દર્દીઓને નવી આશા મળી રહે તેવું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે તમામ રક્તદાતાઓ તેમજ શિબિરને સફળ બનાવવા માટે સહયોગ આપનાર દરેક વ્યક્તિનું સન્માન કરી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાન શિબિર દ્વારા સમાજમાં માનવ સેવાનો સંદેશ પ્રસરી રહ્યો છે. આવી પ્રવૃત્તિઓ માનવતાને નવી દિશા આપે છે અને જરૂરિયાત મંદને જીવનદાન પૂરું પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here