ચીવલ ખાતે નેશનલ હાઈવે 848 પર મોપેડ-ટ્રક અકસ્માત, વયોવૃદ્ધ ચાલકને ગંભીર ઈજા

0
140

નેશનલ હાઈવે નંબર 848 પર આજે બપોર બાદ ચીવલ નજીક એક્સેસ મોપેડ (GJ15 EJ1707) અને અશોક લેલન ટ્રક (MH43 BP9140) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નાનાપોંઢા તરફ કામે જઈ રહેલા વયોવૃદ્ધ મોપેડ ચાલક હાઇવે પર પડેલા ખાડામાં ફસાઈ જતાં સંતુલન ગુમાવી રસ્તા પર પડી ગયા હતા. ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલી ટ્રક તેમને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાના પગલે હાઇવે પર થોડીવાર ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે નાનાપોંઢા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત બાદ હાઇવે પર પડેલા ખાડાઓ મુદ્દે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ખાડાનું સમારકામ કરી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here