
કપરાડા વિધાનસભા વિસ્તારના મોટાપોંઢા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીની વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા ઈન્ચાર્જ કમલેશ પટેલ તથા જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાવિત ઉપસ્થિત રહ્યા હતા.

જનસભામાં આવનારી ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ હાલના સમયમાં વધતા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર પણ આગેવાનો દ્વારા તીવ્ર પ્રહાર કરવામાં આવ્યો હતો. સાથે જ સ્થાનિક મતદાર ભાઈ-બહેનોને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવાનો આહ્વાન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા પ્રમુખ રાજેશ રાઉત, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, વિનોદ પટેલ, સી.એન. પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી રહી હતી, જેનાથી કાર્યક્રમને વિશેષ ઊર્જા પ્રાપ્ત થઈ હતી.

પાર્ટીના આગેવાનોના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં સક્રિય જનસમર્થનથી આમ આદમી પાર્ટી વિસ્તારની રાજનીતિમાં મજબૂત વિકલ્પરૂપ સાબિત થશે.