
કપરાડા તાલુકાને “ગુજરાતનું ચેરાપુંજી” કહેવાય છે, કારણ કે અહીં ચોમાસામાં ભારે વરસાદ પડે છે. પરંતુ પૂરતું પાણી વહી જતાં ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીઓ પડતી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ચેકડેમોના પ્રોજેક્ટથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો છે.

આજરોજ રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી કુવરજી બાવલિયા અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી પર રૂ.100 કરોડના ખર્ચે નિર્માણાધીન ચેકડેમોના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું.

આ ચેકડેમોના કારણે પાણીનું સંગ્રહણ થશે, સિંચાઈ સુવિધા વધશે અને આદિવાસી ખેડૂતો ખેતીમાંથી સારું ઉત્પાદન મેળવી આર્થિક રીતે સક્ષમ બનશે.

નિરીક્ષણ સમયે તાલુકા તથા જિલ્લા ભાજપના આગેવાનો, સરપંચો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.