સુથારપાડા ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ

0
147

કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે તા. 13 સપ્ટેમ્બર 2025 ના દિને જય આદિવાસી મહા સંઘ દ્વારા આદિવાસી અધિકાર દિવસની ઉજવણી વિર બિરસા મુંડા સર્કલ ખાતે કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમની શરૂઆત વિર બિરસા મુંડાજીના પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી.

આ અવસરે મુખ્ય મહેમાન તરીકે જય આદિવાસી મહા સંઘના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પી. શિંગાડે ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાજેશભાઈ હરીભાઈ ગુબાડે (સરપંચ), સુરેશભાઈ લક્ષ્મણભાઈ કામડી (જી.પં. સભ્ય), માહદુભાઈ પાડુંભાઈ સરનાયક (ઉપ કો.પ્રમુખ), સદુભાઈ રામાભાઈ ખુરકુટયા (સરપંચ વિરક્ષેત્ર), ધનસુખભાઈ માહદુભાઈ કડું (ઉપપ્રમુખ), કિશનભાઈ ધુળે (સરપંચ વડોલી), મનુભાઈ સખારામ જાદવ (યુથ કોંગ્રેસ પ્રમુખ) સહિત અનેક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

પ્રમુખભાઈઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આદિવાસી સમાજના હિતો અને હકોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા આદિવાસીઓને આપવામાં આવેલા મૂળભૂત હકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, જાગૃતિ અને અધિકાર સંરક્ષણનો સંદેશ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here