અરનાલા મરી માતા ચાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટની તાકીદની માંગ

0
103

પારડી તાલુકાના અરનાલા મરી માતા ચાર રસ્તા પર દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. આજુબાજુના ગામોના વેપારીઓ તથા સ્થાનિક લોકો પોતાના ધંધા-વ્યવસાય માટે અહીં આવતા હોય છે. જોકે રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવને કારણે વેપારીઓ તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંધકારને કારણે અકસ્માતની સંભાવના વધે છે અને વેપારીઓના ધંધા પર પણ તેનો પ્રતિકૂળ અસરકારક પ્રભાવ પડે છે.

સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. હવે ગ્રામજનો તથા વેપારીઓએ એકજૂટ થઈ તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ લગાવવાની માંગણી કરી છે. લોકોનું માનવું છે કે જો મરી માતા ચાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે તો માર્ગ વધુ સુરક્ષિત બનશે અને વેપારીઓને રાહત મળશે.

જનહિતને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here