
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી રહેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા હવે વધીને કુલ 265 થશે.

કપરાડા તાલુકામાંથી અલગ કરી નાનાપોંઢા ને નવો તાલુકો તરીકે માન્યતા આપવામાં આવી છે. નવો તાલુકો બનવાથી સ્થાનિક વહીવટી કામકાજ સરળતાથી પૂરા થશે અને પ્રજાજનોને સુવિધા મળશે. આ નિર્ણયથી લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ શક્ય બનશે તેમજ વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.