
આદિવાસી સાહિત્ય મંચ દ્વારા નાનાપોંઢા એન. આર. રાઉત હાઇસ્કુલ ખાતે તા. 26 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:30 કલાકે વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે આદિવાસી ભાષા અને સંસ્કૃતિને સમર્પિત સાત મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે.

વિમોચિત થનારા ગ્રંથોમાં ‘રાયસિંગ વળવીના ચર્ચાપત્રો’ (સંપાદકો: ડૉ. અરવિંદભાઈ પટેલ અને ડૉ. સુધાબેન પટેલ), ‘કોરોના ગલી’ અને ‘કઈંક તો છે’ (લેખક: ડૉ. બાબુ ચૌધરી), ‘કુકણા ક્વિઝ’ (સંપાદન: ગણેશ ગાંવિત અને જયંતિભાઈ પવાર), ‘કુકણા લગ્નગીતો’ (સંપાદન: પ્રા. ધીરુભાઈ પટેલ – ઠાકરે), ‘કુકણા લોકગીતો’ તથા ‘કનસરીની કથાઓ’ (સંપાદન: ડાહ્યાભાઈ વાઢું) નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને ઉજાગર કરતો “સપ્તરંગી ઉત્સવ” સાબિત થશે. સાહિત્યપ્રેમી, સંશોધકો અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અનોખા સાહિત્યિક પ્રસંગને સફળ બનાવવાનો હાર્દિક નિમંત્રણ છે.