વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોને વળતર આપવા આમ આદમી પાર્ટીનું આવેદન

0
433

છેલ્લા કેટલાક દિવસોથી કપરાડા અને નાનાપોંઢા તાલુકાના અંતરિયાળ તથા પહાડી વિસ્તારોમાં પડેલા અવિરત વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. આ કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે અને ઘણા ખેડૂતોના પાક સંપૂર્ણ પણે બરબાદ થયા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નાનાપોંઢાના મામલતદાર એન.ઝેડ. ચૌરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં રાજ્ય સરકારે તાત્કાલિક નુકસાન ગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી, ખેડૂતોને યોગ્ય વળતર વહેલી તકે તેમના બેંક ખાતામાં જમા કરાવવાની માંગ કરી હતી.

આ પ્રસંગે કપરાડા તાલુકા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, વલસાડ જિલ્લા માઈનોરિટી પ્રમુખ અસદ સિંધી, અશોક નાનુ બિરારી, ધર્મા દિવા જાદવ, જગદીશ સુરેશ ચૌધરી, લતેશ પટેલ, સંજય બિસ્તુ નિકુળિયા, મનોજ છગન ગાંવિત અને પ્રગનેશ વેલજી પટેલ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here