
ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ગામ લોકોના આરોગ્ય હિતાર્થે મફત લોહી તપાસ અને આંખોની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ગુરુવાર, તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ, બાબરખડક ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી યોજાશે.
શિબિરમાં તબીબી નિષ્ણાતો દ્વારા લોહીની વિવિધ તપાસો તથા આંખોની તપાસ મફતમાં કરવામાં આવશે. જરૂરિયાત મુજબ લાભાર્થીઓને મફત ચશ્મા પણ આપવામાં આવશે. સમગ્ર સેવા નિઃશુલ્ક રહેશે જેથી ગામના દરેક નાગરિકોને આ આરોગ્ય સેવાનો પૂરતો લાભ મળી શકે.
ગામના સરપંચ શ્રી જશવંતભાઇ દેશમુખ (સંપર્ક: 99255 23291) એ તમામ ગામવાસીઓને વિનંતી કરી છે કે તેઓ આ સુવર્ણ તકનો લાભ લે અને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહે.
આ શિબિર શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના આરોગ્ય પ્રચાર અને ગ્રામ વિકાસના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.